અમારી ( ઇન્ડીક્ટ્રાંસ અથવા ગ્નુભારતી) ટીમનું હેતુ અંકીય વહેંચણી (digital divide) માટે સેતુરુપ મદદ કરવાનો છે. સમાજમાં આજે આર્થિક વિષમતા તો છેજ. હવે જેમના પાસે અંકીય જ્ઞાન છે તે અને જેમના પાસે એ નથી તેમની વચ્ચે એવી નવી વિષમતાઓ ના લીધે હજી મોટી દરાર પડી રહી છે. અમે આ દરારને ઓછી કરવા કટીબદ્ધ છીએ. ૯૮% લોકો જે અંગ્રેજી સાનુકુળ નથી એ લોકો સુધી ઈન્ફર્મેશન ટેકનોલોજીના ફાયદા પહોંચાડવાનો અમારો પ્રયત્ન છે.
લોકસમૂહ સુધી પહોંચવાનો સૌથી સારો માર્ગ શિક્ષણ છે. આ મતે અમારી ઇચ્છા વિશ્વસ્તરીય શિક્ષણના સ્તોત્ર આપણી શાળાઓમાં લાવવાનો છે. કમ્પ્યુટરથી સહજ, સ્થાનીક શાળા અમારી પ્રાથમિકતા હશે. અમારી ઇચ્છા તેને સૉફ્ટવેરના સ્તોત્ર, લેખનસામગ્રી, સંક્ષીપ્ત પુસ્તકો, અને એને લાગતી બધી સહાયતાથી સહજ કરવાનો છે. ફ્રીડક (freeduc) સીડીની વહેંચણીથી અમે શરુઆત કરશુ (from www.ofset.org) જે યુનેસ્કો દ્વારા પુરસ્ક્રુત થાય એમ જણાય છે. અમારી ઇચ્છા આ સ્તોત્રને ભારતીય ભાષાઓમાં બનાવવાની છે.
આ માટે ઑપરેટિંગ સિસ્ટમના સ્થાનીયકરણથી શરુઆત કરવી જોઇએ તેમ અમારુ માનવુ છે. પરંતુ અમારુ સ્વરુપ એટલા પુરતું મર્યાદિત નથી, જે અંગ્રેજી એપ્લીકેશન ઉપલબ્ધ હશે એમાં જરૂર તે વિસ્તાર કરવો, એનુ વ્યવહારિકરણ, સ્થાનીયકરન કરવું, ઇત્યાદી જવાબદારિયોને પણ આવરી લેવાનો અમારો પ્રયત્ન છે.
બધા તબકાઓ માથી વધારેમાં વધારે લોકોનો સહકાર સાધી કામ કરવાની અમે ઇચ્છા રાખીએ છીએ. અમારુ બહુસંખ્ય કામ વેબસાઇટ પર પણ ઉપલબ્ધ હશે. આ કામમાં સંપર્ક માટે બધા માર્ગ ઉદા. પત્ર, મેઇલ કે બીજા કોઇ પણ માધ્યમની મદદથી સહકાર સાધી શકીએ.
આ ભધુ, ગામળા અને નાના શહેર સુધી લઇ જવાની અમારી ખેવના છે. અમને આશા છે કે આ માટે હાર્ડવેયર ઉત્પાદકો, વિકાસ માટેના ઉત્સાહિઓ, વિશ્વપ્રેમીઓ જે ભાષા સાથે જોડાયેલ છે તેમનો સહકાર મળી રહેશે. સરકારી એજન્સી પણ આ પ્રયત્નો ને પ્રમાણીત કરી અમને મદદ કરે તે આશા છે.
અમે GNU વિચારધારા નો ઉપયોગ એકસંઘ સમાજ બાન્ધવા માટે કરવા ઇચ્છીએ છીએ. આશા છે તમે પણ આમા જોડાશો.
